ફૂલો મારાં સ્વપ્ન સમાં આ
સ્વપ્નો મારાં ફૂલ સમાં આ છાબ ભરીને
વીણી લાવું રોજ પરોઢે રંગ રંગનાં
સ્વપ્નો મારાં ફૂલ સમાં આ છાબ ભરીને
કરું સાથિયો આંગણિયામાં
એક એક ત્યાં મૂકું ફૂલો
ભાત રંગની આકારાતી
સુંદર રીતે અર્થ ઊપસે
સ્વપ્ન તણો ત્યાં ફૂલ મહીંથી
વીણી લાવું રોજ પરોઢે રંગ રંગનાં
સ્વપ્નો મારાં ફૂલ સમાં આ છાબ ભરીને
વળી રૂપાળા ને મ્હેકંતાં
દોરે દોરે પરોવતાંમાં
થાતો ગજરો એક તાંતણે
સ્વપ્નતણો જો રોજ પરોઢે
જો વેરાતાં ફૂલો જાણે
સ્વપ્ન બનીને સ્વપ્નો જાણે
ફૂલ બનીને જે વેરાતાં
વીણી લાવું રોજ પરોઢે રંગ રંગનાં
સ્વપ્નો મારાં ફૂલ સમાં આ છાબ ભરીને
.....મનોજ્ઞા દેસાઈ
આકાશનું ગીત - અનિલ જોશી
આકાશનું ગીત - અનિલ જોશી
ચકિત કરી દેતી ચાંદની
પેલા વાદળોની વચમાં
તારી આંખ્યુંમાં મેં જોઇ'તી
એ જ નરી સુંદરતા
વાત્યું કરીશું આપણે
આવી જ અનેરી લયમાં
જોજે ગોથું તું ખાયે ના
શબ્દોની આ શતરંજમાં
રાત વીતી જે કહેવી'તી
એ વાત રહી ગઇ મનમાં
ચાલ શોધી સાંભળીએ
એને મનના ઊંડાણમાં
ધુળ ઢેફા ઉડાડતા
ઘોડા દોડતા મનમાં
ખુલ્લા પગે ચલ ચાલીએ
રેતીના શાંત રણમાં
અવિરત અવિનાશી સંગે
ઉડીએ આ ગગનમાં
ચકિત કરી દેતી ચાંદની
પેલા વાદળોની વચમાં
જોજનો દૂર છે જાવું મારે
સંગાથ મળે ન મળે
દૂર દૂરના પ્રદેશો ખોળવા
વાહન મળે ન મળે
અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર
કોણ છે એ સર્વેની ભીતર?
મનમાં છે સવાલો ઘણાં
જવાબ મળે ન મળે
નદી, કાંઠા, જમીન, આકાશ
ભેદ-ભરમ છે ઘણાં અગાધ
ન ગુરૂ, ન સાથી, ન મિત્રનો સાથ
છતાંય કરી રહ્યો છું યાત્રા અમાપ
આખરે થાકી, કંટાળી, હારી આજ
ઘડી બે ઘડી બંધ કરી મેં બંધ આંખ
અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ
જે યુગો યુગોથી છે મારી સંગાથ
કેમ ભૂલી ગયો હું સરળ આટલી વાત?
અત્ર, તત્ર, સર્વત્ર છે માત્ર મારો જ વાસ!
ફૂલોના ગુચ્છની સુગંધ
તીવ્રતા છે વધુ ને વધુ સુંદરતા
પુષ્પોની માળા પહેરી
આવે છે આનંદ મનમાં
એક પુષ્પ કે એક ગુચ્છ?
એજ છે એકથી અનેકની યાત્રા!
શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…
તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
- શ્રી કૃષ્ણ દવે
રૂપ કૈફી હતું, આંખો ધેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી
મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી
- શોભિત દેસાઈ
સખીરી હરિ વરસે તો પલળું,
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું.
હરિ મારો ઉનાળો ને હરિ વાય તો ટાઢ,
હરિથી આંખ્યું ભરી ભરી ને હરિ વહે તે બાઢ,
તુલસીદળ કે અશ્રુબિંદુ હરિ નમાવે પલડું,
સખીરી હરિ વરસે તો પલળું....
હરિ ધધખતા સ્મરણ કલમ ને હરિ શાહી ને કાગળ,
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા હવે લખું શું આગળ,
હરિ કનડતા ના વરસી હું કોરી રહીને કનડું,
સખીરી હરિ વરસે તો પલળું....
....સંદીપ ભાટિયા
તેરા તુજકો અર્પણ : બે  રચનાઓ અને મારું અજ્ઞાન  :  ૨૯-ઓગસ્ટ’૨૦૦૮
આ બ્લોગમાં મે લીધેલી બે રચનાઓ મને મારા મિત્રે ઇ-મેઇલ દ્વારા મોક્લી હતી મને ખુબજ ગમી હતી. રચનાકારોના નામથી અજાણ હતો. એટલે જ તો મે નામ કરણ આપ્યું હતું.
તેરા તુજકો અર્પણ
પિન્કી બહેને પ્રતિભાવ લખીને બન્ને રચનાકારોના નામ લખી મોક્લ્યા,  આભાર પિન્કી બહેન, મને થયુ, હવે ઉધાર ચુકવવામાં મોડું ન કરાય,
ખોટું ન લાગે તો વાત એક કહું   -     મુકેશ જોષી
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે  - ભગવતીકુમાર શર્મા
આભાર પિન્કી બહેન....
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને
છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને
પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ,
કહો કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,
થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે
હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?
- હરિન્દ્ર દવે
સંસારમાં....
સંસારમાં માનવી કેવાં કેવાં થયા
કોઈ ગંધી થયા કોઈ ગઝની થયા.
સીધાસાદા  હતા મામૂલી   માણસો
ખાઈને   ઠોકરો મોટી  હસ્તી   થયા.
ઇશ્વરની  શોધમાં ચલી તો   નીકળ્યા
આવ્યો ના હાથ તો બાવા ચલમી થયા.
ઝાઝું જાણે છતાં એ પામ્યા ખાટલો
મોંઘેરા  વૈદ્યજી  અંતે   દર્દી થયા.
બોલ્યાં જો સત્ય તો એની પામ્યાં સજા
બીચારાં દર્પણો  તૂટ્યાં જખ્મી થયાં.
માયારૂપી ચશ્મા પહેરી
જોઇ રહ્યો છે જગતને
દોડી રહ્યો છે જેની પાછળ
એ છે આ ચશ્માની ઉપજ
ઘડીક જો ચશ્મા કાઢી જુએ
સમજાશે આ દોડની ઉપજ
બેસુરા સંગીતની પાછળ
ઘેલો થયો છે આજ જે
ઘડીક જો બંધ કરી દે કાનને
સાંભળશે એ મધુર બ્રહ્મનાદને
સૂર્ય ભાસ્કર થઇ ચમકે
કિસ્મત તારી ખીલશે
ચમકતી આંખોમાં ભરી લે અંગાર એ
અંધકારને એ ઓગાળશે
મુઠ્ઠીભર સિંદુર લગાવી
પરણી જા એને
જીવન સંસાર એને હાથે સોંપી
થઇ જા સવાર એની સંગે
સાત સૃષ્ટિઓમાં વિહાર કરી આવજે
જોજે મોડું થાય ના જોવાને એને
ક્યાંક દિપક ક્યાંક સૂરજ થઇ
પ્રકાશમાન છે એ બધે
દિવ્ય તેજ ને દિવ્ય ગુણોથી સજ્જ
અખંડ આનંદ ભોગવે,
એ સ્વ્યં બળીને!
હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ
જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ
ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને માત્ર એક ક્ષણ
બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા  આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ
ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી સાવ નોખી હરેક ક્ષણ
ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના સર્વ આ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હરેક આ  લક્ષણ
(C) અમિત પરીખ
અલગ   રહીને  ભળવું  પડે  છે
નમી નમીને   મળવું  પડે  છે.
નથી ટકાતું મજબૂત  બનીને
રહી  રહીને  ગળવું   પડે  છે.
અસલ ચહેરો અળગો   કરીને
શકલ શકલમાં ઢળવું પડે છે.
અહીં ચલણ  છે  બાજીગરોનું
સરળ બનીને છળવું  પડે છે.
શમા તરીકે .. દીવા તરીકે
હકીકતે તો બળવું  પડે  છે.
તારાથી મન કેમ વેગળું રહે ?
નદી સમુંદર તરફ નહીં શું વહે ?
દૂર રહે શું નાવ નીરથી અથવા પાંખ પવનથી ?
રાત રહેશે દૂર ચાંદથી પગલી શું વા પથથી ?
જેના મનમાં સૂર હોય તે કેમ રાગ ના ચહે ?
તારાથી મન કેમ વેગળું રહે ?
દીવીને પણ જ્યોત જોઇએ મધમાખીને ફૂલ,
મારી ડાળેડાળ ચાહતી તારું જે બુલબુલ !
મન જ્યારે આ પ્રીત-છલોછલ કેમ ગીત ના કહે ?
તારાથી મન કેમ વેગળું રહે ?
.....ચંદ્રકાન્ત શેઠ
હાલો  હવે...
હાલો હવે હાલો હવે જશુભાઈ તમે હાલો હવે ..
હાલો હવે હાલો હવે એકધારા તમે હાલો હવે.
બદલાતાં લોકનું બદલાતું શહેર છે
બદલાતાં શહેરમાં ઉમંગ ઠેર ઠેર છે
અનેરા ઉમંગથી હાલો હવે  જશુભાઈ તમે હાલો હવે ...હાલો હવે.....
બદલાતી મોસમના બદલાતા રંગ છે
બદલાતા રંગ છે બદલાતા ઢંગ છે
અનોખા ઢંગથી હાલો હવે  જશુભાઈ તમે હાલો હવે ...હાલો હવે.....
Picture courtsey: tahuko.com/?p=605
પાંદડુ તો પીળું હતુ જ, અને ખરી પડ્યું, તેમા પાનખરનો શું વાંક્?
વૃક્ષ ઉભું છે ને  કડે ધડે, પડેલાં પાન રડે , તે જ તો પાનખરનું કામ છે.
કુદરતનો તે છે વહેવાર, પડેલા પાન સડે, તેમાં પાનખરનો શું વાંક?
જગ્યા કરવી નવ પલ્લવીત  કુંપળની તે જ તો પાનખર નું કામ છે.
કૂપળોને કહો ખુલે ખીલે અને પ્રસરે ચોતરફ પાનખર કંઇ નહી કરે
ગુમાવી જો જિંદગીની લીલાશ, ખેરવી નાખવુ પાનખરનું કામ છે.
હાથ ચાલતા બંધ થયા અને આશાનાં દરવાજા બંધ જો જાતે કર્યા
તો શ્વાસ બંધ કરી મૃત્યુ દ્વાર બતાવવું તે જ તો પાનખરનું કામ છે.
સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં  હોય છે,
ને જાત ની સાથે કરેલાં છળ  જેવાં હોય છે.
એક ભીડો ત્યાં અચાનક ધ્વાર બીજુ ઉઘડે
એ ભેદ ન ભંડારની કોઇ ક્ળ જેવાં હોય છે.
મૂળમાંથી કોતરાતા વ્રુક્શના પર્ણો ક હે છે,
"કોઇ સ્મરણો જીવવાના બળ જેવાં હોય છે."
સમયના પોલાણમાં જે જોરથી ધરબી દીધી તી,
એ હ્ર્દયની કોઇ આળી પળ જેવાં હોય છે.
સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં  હોય છે,
ને જાત ની સાથે કરેલાં છળ  જેવાં હોય  છે.
-- નેહા
વાંધો--
સાફ સુથરા પ્રધાનશ્રી બાબત અમને કશોય વાંધો નથી..
એ ભલેને દિવસમાં દસ વાર નહાય
દાઢીની સાથે સાથે મૂછ અને માથું પણ મુંડાવે
ત્રણને બદલે તેર વખત કપડાં બદલાવે
કોઈને  શો વાંધો હોય્?
વાંધો એટલો જ છે કે
વારંવાર
નિર્દોષ લોકોનાં લોહીથી
ભારતમાતાનાં વસ્ત્રો ખરડાય  છે....
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે  અહંકારી  ફાયરવૉલ  આકરી.
“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી
મિડીયા પ્લેયરે  ગુંજાયે  “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.
કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી
વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી
હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી
હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!
- દિલીપ આર. પટેલ (  ઓરેંજ, કેલિફોર્નીયા )
સારુ છે, મારા શ્બ્દો
તને વર્ણવી  શક્વા સમર્થ નથી
એ બહાને હુ મારી અદર
તને ઘુટી શકુ છુ.
નેહા
યાદ કોઇની વિસરવા એક ભવ ઓછો પડે,
એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.
તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિઃશ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.
રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.
દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.
આચમન એનું મળે તોપણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.
મળે  છે જથામાં કદી ના અછત
શહેરમાં દહેશત મળે છે સતત.
વહેવાર તહેવાર બધામાં નગદ
અહીંયા પ્રસાદ પણ મળે ના મફત.
કહી દો મજાથી મળીશું અમે
પછીથી ભલેને મળે ના વખત.
બજારે બજારે ટહુકા મળે
ટહુકે ટહુકે નરી છે રમત.