टैग्स » Gujarati

તમારા બગડેલા મિજાજને સુધારી શકે છે...પુસ્તકો!

માનો તો મિત્ર, માણો તો ફિલ્મથી પણ મજેદાર હોય છે પુસ્તકો… દરેક પુસ્તક-પ્રેમી આ વાત ચોક્કસ માનશે.. પુસ્તકો તમારા કાયમી સાથીદાર છે, કોઇ અપેક્ષા કે ફરિયાદ વિના સતત તમારી સાથે રહે છે. આ એવો મિત્ર છે, જેની પાસે તમારા દરેક મૂડ માટે કઇંક ખાસ હોય છે… નિરાશામાં આશા, સંકટ સમયે જરૂરી હિંમત, મૂંઝવણમાં જરૂરી સલાહ-સૂચનો અહીં તમને મળી જ રહે છે. રસ લઇને ધીરજથી વાંચો તો પુસ્તકો એ તમારી Ultimate Company છે.
અહીં અમે કેટલાંક એવાં પુસ્તકોની સૂચિ કાઢી છે જે તમારા મૂડ સ્વિંગ્સમાં તમારા સાથીદાર બની શકે છે!
1. સૌરાષ્ટ્રની રસધાર: ગુજરાતી સાહિત્યની સૌથી જૂની અને જાણીતી વાર્તાઓ અહીં મળી આવે છે. સૌરાષ્ટ્રની જાણીતી લોકકથાઓમાં પ્રેમ, નિષ્ઠા, ખુમારી, વીરતા અને ત્યાગના અનેક ઉદાહરણો મળી રહે છે. ગુજરાતની ભૂમિની અમર પ્રેમકથાઓ અને સાહસિક શૂરવીરની કથાઓ તમારા મનને પણ લાગણીથી તરબોળ કરી દેશે. ઝવેરચંદ મેઘાણી લિખિત આ લઘુકથાઓ ગુજરાતી સાહિત્યના લેખકો માટે આજે પણ પ્રેરણારૂપ છે.
2. ના! કહેવાની કળા: જીવનમાં આગળ વધવા માટે, સમયના સંચાલન માટે, આ કળા હસ્તગત હોવી ખૂબ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં ‘સામેવાળાને ખરાબ ન લાગે’ એ રીતે ના પાડતાં આવડવું આજે સૌથી જરૂરી છે. તમે પણ જો એવી જ કોઇક અસમસંજમાં ફસાયા હોવ, કામના ભાર અને ‘ના પણ કઇ રીતે કહેવી?’ ની વચ્ચે તમારી સેન્ડવિચ થતી હોય, તો આ પુસ્તક ચોક્કસ વાંચજો. જો તમારે ‘ના’ કહેતાં શીખવું હોય તો આ પુસ્તકને ‘હા’ કહેવી પડશે.
3. મિથ્યાભિમાન: રતાંધળા જીવરામ ભટ્ટના પોકળ અભિમાનને વર્ણવતું મનોરંજક નાટક. અહીં દરેક પ્રસંગમાં હાસ્યની સાથે છૂપો કટાક્ષ છે. સમાજની વાસ્તવિક તસવીર ખૂબ જ રમૂજી રીતે રજૂ કરતું આ નાટક તમને ખૂબ હસાવશે, સમાજની સાચી છબી તમારી સમક્ષ મૂકશે અને સાથે જ તમારા મન પરના વિવિધ આવરણો દૂર કરવામાં તમને મદદરૂપ થશે. ગૃહસ્થાશ્રમીઓએ ખાસ વાંચવા જેવું પુસ્તક.
4. સંપૂર્ણ ચાણક્ય નીતિ: કૌટિલ્ય અથવા ચાણક્ય ભારતના વિરલ યુગપુરુષ ગણાય છે. કૂટનીતિમાં તેમનો જોટો જડવો મુશ્કેલ છે, તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તેમના વિચારો અને તેમનું જ્ઞાન આજે પણ 2300 વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત અને સચોટ છે. ચાણક્યની વ્યવહારનીતિ દરેક ક્ષેત્રમાં જરૂરી સલાહ-સૂચનો પૂરા પાડે છે.
5. રહસ્યમયી: રાઇડર હેગાર્ડની આ સસ્પેન્સ થ્રિલર દુનિયાભરનાં વાંચકોએ માણી અને વખાણી છે. વાસ્તવિક દુનિયામાંથી છટકવાનો ઉપાય શોધતા હો, તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રસપ્રદ નવલ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. મિલનની પ્રતિક્ષા અને વિદાય વચ્ચે ઝોલા ખાતી બે જિંદગીઓની આ વાર્તા છે.
પુસ્તકો તમને એક અલગ દુનિયામાં વિહરવાની છૂટ આપે છે, જેથી પોતાની સમસ્યાઓ ભૂલીને આગળ વધવું સરળ બની જાય છે.

Gujarati

આવકારો મીઠો આપજે રે

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

– દુલા ભાયા ‘કાગ’

Gujarati

બસ તારો કરું વિચાર...

સરકી હાથેથી આ પળ,
છાંયામાં તપી સફર.
નફરત ન હતી છતાંયે,
મળ્યું અડધું સદાયે.
સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી
બસ તારો કરું વિચાર…

હળવે હળવે મલકાવું,
વફાથી ધૂળને સજાવું.
પ્રેમની કેટલી હતી આશા,
વળગી અંતરની નિરાશા.
બસ તારો કરું વિચાર…

નસીબે તો સાથ ન દીધો,
માણસનેય સમયથી પારખી લીધો.
હળવેથી પંપાળી હર પળ,
છાંયામાં તપી સફર
બસ તારો કરું વિચાર…

– મૌલિક “વિચાર”

કવિતા

આવું કરી શકાય છે ?

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી
કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું હોય તો,
ક્યાં કોઈનાથી પણ થવાય છે ?

Gujarati

Avasan Geet

આવતા મે 1, 2016 હું 85 વર્ષ પૂરાં કરી 86ના વર્ષમાં પ્રવેશ કરીશ. મૃત્યુની ધાર પર ઊભો છું. હિરણ્યની કીકીઓમાં સૂતેલ મરણ ક્યારે વ્યાઘ્રના બાણથી વીંધાશે એ કોણ જાને છે. અહીં મૃત્યુની પરિકલ્પનાને લઇ થોડાં અવસાન કાવ્ય મૂક્યાં છે. આશા છે ગમશે!

હોલવાયા શ્વાસ . વિઠ્ઠલ તલાટી

પીળું પડ્યું ઝાડ અને પીળાં પીળાં પાન.
હોલવાયા દીવા, હોલવાયા હરતા ફરતા શ્વાસ .
છોડી પીળાં પીળાં રાન,
ચાલી ચાલી રે જ્યોતિ ચાલી શૂન્યને પરવાસ .
કેસરિયા ઘોડા હણહણે અને કેસરિયાં છે પલાણ,
*પવનવેગી ઘોડા વીંઝે, વીંઝે કેસરિયાળી યાળ .
ચાલી ચાલી રે જ્યોતિ ઝળહળ નિજને પ્રસ્થાન .
તેજલ તેજલ નદીઓને ઝળહળ ઝળહળ પહાડ .
સોનેરી રૂપેરી સાગર તરતા ગ્રહ તારા, સૂરજ, ચાંદ.
જ્યોતિ વિરમી વિરમી રે **મહત્તતત્વના ચક્ર પ્રકાશ.
* દુન્યવી સંબંધો અને ઈચ્છાઓને ખંખેરી.
** Particle

ચાંદો ડૂબ્યો સૂરજ ડૂબ્યો વિઠ્ઠલ તલાટી
ચાંદો ડૂબ્યો સૂરજ ડૂબ્યો ગગન ડૂબ્યું અસીમ અંધકાર.
શ્વાસોના હણહણતા ઘોડા જંપ્યા, અચલ કોડીલા અસવાર.
સૂકાઈ લાલ લીલી નદીઓને થંભ્યા ખળખળ જળ પ્રવાહ.
સૂકાઈ ડાળડાળ સૂકાયાં પાન, પંખી ચાલ્યાં છોડી નિવાસ.
*પળપળ બોલતી, ટોકતી પળપળ દિવાલો ઊભી સુમસામ.
આંસુએ ધોયાં, પોત્યાં આંગણાંને બલોયાંના ઉતાર્યા ભાર
ટોળાનો માણસ ટોળામાં સૂતો એકલો અટૂલો નિશ્ચલ શાંત
તુલસી કયારે ટમટમતો દીવો શોધે ખોવાયેલા દીવાની ભાળ
Wall clock, Calender

વ્યાધના બાણથી વીંધાઈ ગયું. વિઠ્ઠલ તલાટી
વાદળ પોતાના જ હાથે માંડેલ અલ્પનાને,
વિખેરી ગગન માંહી ખોવાઈ ગયું.
સૂરજ પાછળ પાછળ ચાલતા પડછાયામાં,
સૂરજ બિંબ પોતે જ સમાઈ ગયું.
*અગ્નિ સાથેના સંબધો, સંબંધોના સંઘર્ષોનું
આજ અગ્નિમાં જ સમાપન થઇ ગયું.
હિરણ્યની કીકીઓમાં સૂતેલ મરણ આજ
આખર વ્યાધના બાણથી વીંધાઈ ગયું.
*જઠરાગ્ની, લગ્નવેદી

શ્વાસ ખોટા પડ્યા. વિઠ્ઠલ તલાટી
ફૂંકાય તો કેમ કરીને ફૂંકાય,
મોરલીમાં મધમીઠા શ્વાસ.
શ્વાસ ખોટા પડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે.
મોરલીના વ્રેહ વ્રેહને છે શ્વાસ તણી ઝંખના.
ઝંખના ઝાંખી પડી રે, શ્વાસ ખોટા પડ્યા રે.
1સૂરગંગાથી છલબલ નંદગામ, બરસાના,
આજ શાંત, નિશ્ચલ, નિષ્પંદ વધ્ય પૂતના.
કાન ખોટાપડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે
2સૂર મુગ્ધા, તરંગ ઉમંગ વિહારિણી યમુના.
સુપ્ત અકંપ,અડોલ, ઋષિવર શાપિત અહલ્યા.
હોલવાયા લીલેરા શ્વાસ, શ્વાસ ખોટા પડ્યા રે.
સૂકી આંખના સૂકા ગોખમાં શરદચંદ્ર આથમ્યા,
*લલિતા** વિશાખાનાં નૂપુર નર્તન ગાન થંભ્યાં.
#સૂનાં સૂનાં લીલા ધામ, ગાશે ના મોરલી ગાન
શ્વાસ ખોટા પડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે.
1 શરીર 2 રક્તવાહિણી *ઇંગલા ** પિંગલા # બ્રહ્મરન્ધ્ર

જે ઘર સમજતો હતો મારું હતું, આજ ઘરથી બેઘર થઇ સૂતો છું હું વિરાનમાં.
શોધશો ત્હોય હું મળીશ ના કોઈ સ્થાનમાં,મળીશ તો મળીશ કોઈક ના જીનમાં.

#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।
રડવાની રાતો ય વિતાવી હતી મેં હસતાં હસતાં.
જનાજો ઊઠાવો તો ઊઠાવજો યારોં! હસતાં હસતાં.
####################################

Poems

Jain Khandvi

My mommy makes the World’s Best Khandvi or like it’s called at my home – Pasa.

Living in Dubai, I have a constant hankering for Good Gujarati food from my Mommy’s Kitchen in Mumbai. 219 और  शब्द

Jain